કઈ રીતે પાકિસ્તાનની સરકારે લઘુમતીઓ સાથે વર્ષો સુધી ભેદભાવ કર્યો?
Pakistan flag (RIZWAN TABASSUM/AFP/Getty Images) ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનમાં લઘુમતીઓ સામે ભેદભાવ નવો નથી. પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ છોકરીઓનું અપહરણ અને તેમનાં બળજબરીથી કરાતાં ધર્મ પરિવર્તન લગભગ દર મહિને ભારતમાં હેડલાઇન બનાવે છે. જો કે, ભારતમાં જે નિયમિત હેડલાઇન્સ નથી બનાવતું તે એ છે કે કેવી રીતે પાકિસ્તાનનું બંધારણ લઘુમતીઓ સામેના ભેદભાવમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પાકિસ્તાનનું બંધારણ માને છે કે ઇસ્લામ રાજ્યનો ધર્મ છે અનેપણ તે લઘુમતીઓને તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર આપે છે. પરંતુ, પાકિસ્તાનના બંધારણની પ્રસ્તાવના મુજબ, રાજ્ય ઇસ્લામ દ્વારા ઘડવામાં આવેલા "લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, સહનશીલતા અને સામાજિક ન્યાય" ના સિદ્ધાંતોનું પાલન કરશે. એટલે કે બંધારણનું મુખ્ય પૃષ્ઠબળ એ ખાસ ધર્મ- ઇસ્લામ છે. લઘુમતીઓ સાથે કેવી રીતે ભેદભાવ કરવામાં આવે છે તે અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું , પ્યુ રિસર્ચ સેન્ટરનું સંશોધન કહે છે કે પાકિસ્તાન વિશ્વના એવા 30 દેશોમાંનો એક છે જ્યાં રાજ્ય અને સરકારના વડા કોઈ ચોક્કસ ધર્મમાંથી ...